સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશદભાઈ મફતલાલના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર ખાતે મહાપૂજા અને આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા
ગીર સોમનાથ, 25 એપ્રિલ (હિ.સ.) : સોમનાથ ટ્રસ્ટ તરફથી શનિવારે ટ્રસ્ટના ટ્રસ્ટી વિશદભાઈ પી. મફતલાલના 53 માં જન્મદિવસ પ્રસંગે ટ્રસ્ટની પ્રણાલિકા અનુસાર ભગવાન સોમનાથ મહાદેવની મહાપૂજા તથા આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવેલ. વિશદભાઈ અનેક સમાજ ઉપયોગી સેવા
સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી  વિશદભાઈ પી. મફતલાલના ૫૩' માં જન્મદિવસ


ગીર સોમનાથ, 25 એપ્રિલ (હિ.સ.) : સોમનાથ ટ્રસ્ટ તરફથી શનિવારે ટ્રસ્ટના ટ્રસ્ટી વિશદભાઈ પી. મફતલાલના 53 માં જન્મદિવસ પ્રસંગે ટ્રસ્ટની પ્રણાલિકા અનુસાર ભગવાન સોમનાથ મહાદેવની મહાપૂજા તથા આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવેલ.

વિશદભાઈ અનેક સમાજ ઉપયોગી સેવાઓમાં જોડાયેલા છે. તેમજ રાષ્ટ્રમાં અનેક સ્થાનોએ તેઓ ધાર્મિક પ્રકલ્પોમાં પણ સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે. તેમના દિર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે આજે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા વિશદભાઇને શુભકામનાઓ પાઠવવામાં આવેલ. આ પ્રસંગ નિમિત્તે તેઓ દ્વારા સોમનાથ આવતા ભક્તોને ભોજન પ્રસાદ માટે અન્નદાન આપાવામાં આવ્યુ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande