વાપી જી.આઈ.ડી.સી માં ભીષણ આગ: ક્રિએટિવ ટેક્સટાઇલ મિલમાં હાહાકાર, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી
વાપી , 25 એપ્રિલ (હિ.સ.) વાપી જી.આઈ.ડી.સી ના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલ ક્રિએટિવ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડની મિલમાં આજે અચાનક ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી।
વાપી GIDCમાં ટેક્સટાઇલ મિલમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટાળા.


વાપી , 25 એપ્રિલ (હિ.સ.) વાપી જી.આઈ.ડી.સી ના સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલ ક્રિએટિવ ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડની મિલમાં આજે અચાનક ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી। ઘટનાની જાણ થતાં જ જી.આઈ.ડી.સી ફાયર બ્રીગેડ ની અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા સતત પ્રયત્નો હાથ ધરાયા હતા.

માહિતી મુજબ આ મિલ ગારમેન્ટ ઉત્પાદન સાથે સંકળાયેલી હોવાથી અંદર મોટી માત્રામાં કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા જહેમત લેવામાં આવી રહી છે.

આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ નુકસાન અને આગ લાગવાના કારણ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande