

અમદાવાદ, 25 એપ્રિલ (હિ.સ.) 26મી એપ્રિલના રોજ અમદાવાદ શહેર/જિલ્લામાં યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.
મીડિયામાં ચૂંટણી પ્રક્રિયા સંબંધિત સમાચારો અને અહેવાલોને ચૂંટણી તંત્રના ત્વરિત ધ્યાને લાવીને તે સંદર્ભે ઝડપી કાર્યવાહી થાય તે હેતુસર અમદાવાદ કલેકટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરને કાર્યરત કરવામાં આવ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં અમદાવાદ જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો અંગે ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈને જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે અને સમયસર કરવા માટે સલાહ-સૂચન આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલેક્ટરની મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત સમયે નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, નોડલ ઓફિસર -મીડિયા અને સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવી, નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય વગેરે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.અને કલેક્ટર સુજીત કુમારે મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લેતા લીધી
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ