
જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગર પાલિકા, જામનગર જિલ્લા/ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તા. 26-04-2026ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી અંતર્ગત મતદારોને તેમના વિસ્તાર અને મતદાન મથકો અંગે પૂરતી અને સરળ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ www.mcjamnagar.comપર વોર્ડ- વિસ્તાર સાથે મતદાન મથકોની વિગત મુકવામાં આવી છે.
ઉપરાંત, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારનું નામ તથા મતદાન મથકની વિગતો મેળવવા માટે નિર્ધારિત કરાયેલ ઓનલાઈન લિંકની માહિતી પણ મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મતદારો સરળતાથી પોતાની માહિતી ચકાસી શકે.
મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ તથા અન્ય વિભાગોમાં નોંધાયેલ અંદાજે ત્રણ લાખ મોબાઇલ નંબરો પર એસએમએસ મારફતે આ લિંકની જાણકારી પહોંચાડવામાં આવી છે, જેથી મતદારોને પોતાનું નામ અને મતદાન મથક સંબંધિત માહિતી મેળવવામાં સહાય મળે અને મતદાન પ્રત્યે જાગૃતિ વધે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt