


પાટણ, 25 એપ્રિલ (હિ.સ.) : સિદ્ધપુર ખાતે યુનિવર્સલ એકેડમીમાં પ્રખ્યાત આંખના ડોક્ટર ચિરાગભાઈ ગોહિલ દ્વારા અંગદાન વિષય પર જાગૃતિ સેમિનાર શનિવારે યોજાયો હતો. તેમણે શરીરના અંગોનું મહત્વ સરળ ભાષામાં સમજાવ્યું. સેમિનારમાં તેમણે જણાવ્યું કે અંગદાન દ્વારા અન્ય વ્યક્તિને નવું જીવન મળી શકે છે, અને સમાજમાં આ વિશે જાગૃતિ વધારવાની જરૂર છે. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં ઉત્તેજના અને જાગૃતિ જોવા મળી.
આ કાર્યક્રમમાં એકેડમીના રોહિતસિંહ રાજપુત, રોહિતભાઈ પટેલ, દશરથભાઈ જાખેસરા અને રાહુલભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ એકેડમીના લગભગ ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ