ગુજરાતમાં આવતીકાલે લોકશાહીનો ઉત્સવ,રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી પાર થવાની શક્યતા વચ્ચે તંત્ર એલર્ટ
- મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખુલ્લા રહેશે, 108ની ટીમો સ્ટેન્ડ ટુ રખાશે રાજકોટ, 25 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજવા જઈ રહ્યું છે, 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે આજે વડોદરા જિલ્લામાં ચૂ
Rajkot as mercury likely to cross 44 degrees


- મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખુલ્લા રહેશે, 108ની ટીમો સ્ટેન્ડ ટુ રખાશે

રાજકોટ, 25 એપ્રિલ (હિ.સ.) રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજવા જઈ રહ્યું છે, 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે આજે વડોદરા જિલ્લામાં ચૂંટણીલક્ષી સામગ્રી અને ઇવીએમ મશીનોના વિતરણની પ્રક્રિયા ખૂબ જ આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે ત્યારે આજે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે કુદરત પણ પોતાનો મિજાજ બતાવવા તૈયાર હોય તેમ જણાય છે.

હવામાન નિષ્ણાંતોના મતે આવતીકાલે સૂર્ય નારાયણનો પ્રકોપ જોવા મળશે અને ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. આ આકરી ગરમી વચ્ચે મતદાનની ટકાવારી જાળવી રાખવી એ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો માટે એક મોટો પડકાર સાબિત થશે. જોકે ભારે ગરમીના કારણે કોઈની તબિયત લથડે ત્યારે તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે મહાપાલિકા તંત્ર દ્વારા સંચાલિત આરોગ્ય કેન્દ્રોઆવતીકાલે રાબેતા મુજબ ખુલ્લા રાખવામાં આવશે. તેમજ 108ની ટીમો પણ સતત ખડેપગે રહેશે.

હવામાનશાસ્ત્રીઓના અનુમાન મુજબ, આગામી 29 એપ્રિલથી 5 મે વચ્ચે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે, જેના કારણે આવતીકાલે મતદાનના દિવસે જ ગરમીમાં ભારે ઉછાળો આવશે. રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી મતદારોએ સાવચેત રહેવું જરૂરી છે.

મતદાનનાં ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો, 2021 માં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે શિયાળાની ઋતુ એટલે કે ફેબ્રુઆરી મહિનો હોવા છતાં મતદાન માત્ર 50.72 ટકા થયું હતું. હવે ધોમધખતા ઉનાળામાં મતદાન થવાનું છે, ત્યારે ગરમીના કારણે મતદાનની ટકાવારી ઘટી ન જાય તે માટે રાજકીય પક્ષો પણ મથામણ કરી રહ્યા છે. જેક ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને મતદાન મથક સુધી લાવવા એ એક કપરું કાર્ય બની રહેશે.

ભારે ગરમીના અનુમાનને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક મહાપાલિકા તંત્ર દ્વારા મતદારોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ 31 આરોગ્ય કેન્દ્રો આવતીકાલે મતદાનના દિવસે ખુલ્લા રહેશે, જેથી કોઈપણ ઈમરજન્સીમાં નાગરિકોને તુરંત સારવાર મળી રહેશે. આ સિવાય પણ મનપા હસ્તકની તમામ 108 એમ્બ્યુલન્સને 'સ્ટેન્ડ ટુ' એટલે કે હાઈ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો ઉપર પણ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેમાં દરેક મતદાન મથક પર પીવાના પાણીની સાથે ઓઆરએસ (ORS) પેકેટ, ફર્સ્ટ એઇડ કિટ અને મેડિકલ હેલ્પની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરો પર પણ આરોગ્ય વિભાગની બે સ્પેશિયલ ટીમો ખડેપગે તૈનાત રહેશે. ગરમીના પ્રકોપથી બચવા માટે નિષ્ણાંતો દ્વારા વહેલી સવારે અથવા ઢળતી સાંજે મતદાન કરવા માટેની સલાહ આપવામાં આવી છે. જોકે રાજકોટની જનતા હંમેશા જાગૃત રહી છે, ત્યારે આકરી ગરમીમાં પણ લોકશાહીનું પર્વ ઉજવવા માટે લોકો વહેલી સવારે મતદાન મથકો પર ઉમટી પડે તેવી પૂરી શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande