રાજયસભાના સાંસદે, 100%મતદાન કરવા લોકોને અપીલ.
પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)ગુજરાતમાં તા. 26 એપ્રિલ 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ નાગરિકોને 100% મતદાન કરવા માટે હૃદયપૂર્વક અપીલ કરી છે.તેમણે જણાવ્યું કે,લોકશાહીનો મજબુત પાયો મતદાનમાં રહેલો છે અન
રાજયસભાના સાંસદે, 100%મતદાન કરવા લોકોને અપીલ.


પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)ગુજરાતમાં તા. 26 એપ્રિલ 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ નાગરિકોને 100% મતદાન કરવા માટે હૃદયપૂર્વક અપીલ કરી છે.તેમણે જણાવ્યું કે,લોકશાહીનો મજબુત પાયો મતદાનમાં રહેલો છે અને દરેક નાગરિકનો એક મત પોતાના વિસ્તારના વિકાસની દિશા નક્કી કરે છે.

રાજ્યસભાના સાસંદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યની આગામી તા.26.4.2026 ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા સર્વે નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે,આ ચૂંટણીમાં એક પણ મતદાર બાકી ન રહે.લોકશાહીનો સાચો પાયો મતદાન છે. નિર્ભય રીતે મતદાન એ લોકશાહીનો આધાર સ્તંભ છે.તમારો એક મત, તમારા ગામ, શહેર, તાલુકા અને જિલ્લાના વિકાસની દિશા નક્કી કરે છે.

આ માટે બુઝુર્ગોથી યુવાનો, મહિલાઓથી ખેડૂતો, મન્દુરોથી માલિકો દરેક નાગરિક 5 મિનિટનો સમય કાઢીને લોકશાહીને જાગૃત રાખવા મતદાન અવશ્ય કરે. પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવા સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ મજબુત સ્થાનિક સરકારથી જ આવશે.ચાલો, આપણે સૌ સંકલ્પ કરીએ 100% મતદાન, લોકશાહીનું સન્માન, આપણો મત, આપણું ભવિષ્યછે. જે લોકશાહીને મજબુત કરે છે. ચાલો, ગુજરાતને 100% મતદાનવાળું રાજ્ય બનાવીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande