ભાવનગરમાં મિકેનાઈઝ સ્વીપરથી રોડ સફાઈને ગતિ, દિવસ-રાત ચાલી રહી કામગીરી
ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના હેતુસર મિકેનાઈઝ સ્વીપર મશીન મારફતે મુખ્ય રસ્તાઓ તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં નિયમિત રોડ સ્વીપીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વ્યસ્ત માર્ગો પર વધતા ટ
ભાવનગર


ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના હેતુસર મિકેનાઈઝ સ્વીપર મશીન મારફતે મુખ્ય રસ્તાઓ તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં નિયમિત રોડ સ્વીપીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના વ્યસ્ત માર્ગો પર વધતા ટ્રાફિક અને ધૂળપ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સ્વચ્છતા કાર્યને વધુ ઝડપી અને અસરકારક બનાવે છે.મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દિવસ તથા રાત્રી દરમિયાન આયોજનબદ્ધ રીતે રોડ સ્વીપીંગ કરવામાં આવે છે, જેથી ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય અને શહેરના નાગરિકોને અસુવિધા ન થાય. ખાસ કરીને કોમર્શિયલ વિસ્તારો, બજારો અને મુખ્ય માર્ગો પર આ મશીનો દ્વારા સફાઈ કરવામાં આવતી હોવાથી ધૂળ અને કચરો દૂર થઈ શહેર વધુ સ્વચ્છ અને સુંદર દેખાઈ રહ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રકારની ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.મહાનગરપાલિકાના અધિકારીઓએ નાગરિકોને પણ શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. રોડ પર કચરો ન ફેંકવો, કચરાપેટીનો ઉપયોગ કરવો અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવું એ દરેક નાગરિકની જવાબદારી છે. શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહાનગરપાલિકા તથા નાગરિકોના સંયુક્ત પ્રયાસો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande