પક્ષાંતર ધારો પોતાના ઉદ્દેશ્યમાં નિષ્ફળ, પુનર્વિચારની જરૂર: શાંતા કુમાર
શિમલા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતા કુમારે જણાવ્યું છે કે, ભારતમાં જે ભાવના સાથે પક્ષાંતર ધારો બનાવવામાં આવ્યો હતો, તે પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યો નથી. તેમણે વર્તમાન કા
મંત્રી


શિમલા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતા કુમારે જણાવ્યું છે કે, ભારતમાં જે ભાવના સાથે પક્ષાંતર ધારો બનાવવામાં આવ્યો હતો, તે પોતાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યો નથી. તેમણે વર્તમાન કાયદાની ખામીઓ તરફ ઇશારો કરતા કહ્યું કે, આજની વ્યવસ્થા એવી છે, જેમાં જો કોઈ વ્યક્તિ એકલો ચોરી કરે તો તેને સજા મળે છે, પરંતુ જો આખું જૂથ મળીને ઘર લૂંટી લે, તો તેના પર કોઈ નક્કર કાર્યવાહી થતી નથી.

તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાજ્યસભાના 7 સાંસદોના કિસ્સામાં પક્ષાંતર છતાં કોઈ કાર્યવાહી ન થવી, એ આ કાયદાની નબળાઈઓને દર્શાવે છે.

શાંતા કુમારે શનિવારે એક નિવેદનમાં દેશના રાજકારણના ઘટતા જતા સ્તર પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, પહેલા રાજનીતિ સેવા, પ્રામાણિકતા અને રાષ્ટ્રહિત માટે કરવામાં આવતી હતી, પરંતુ આજે તે માત્ર સત્તા અને ખુરશી સુધી મર્યાદિત બનીને રહી ગઈ છે.

તેમણે કહ્યું કે, ગુલામ ભારતના સમયે રાજનીતિ સંપૂર્ણપણે દેશ માટે સમર્પિત હતી. ભગત સિંહ જેવા હજારો દેશભક્તોએ માતૃભૂમિની સેવા માટે હસતા-હસતા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા, પરંતુ આઝાદ ભારતમાં રાજનીતિનું કેન્દ્રબિંદુ રાષ્ટ્રહિતને બદલે વ્યક્તિગત અને રાજકીય સ્વાર્થ બની ગયું છે.

તેમણે તમામ રાજકીય પક્ષોના નેતાઓને વિનંતી કરી કે, પક્ષાંતર ધારા પર પુનર્વિચાર કરવામાં આવે અને એવી જોગવાઈઓ લાવવામાં આવે જે સામૂહિક પક્ષાંતરને પણ સ્પષ્ટપણે દંડનીય બનાવે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ શુક્લા / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande