સીતારમણે, નાણાકીય ક્ષેત્રને સાયબર સુરક્ષા અંગે અત્યંત સતર્કતા રાખવા જણાવ્યું
મુંબઈ, નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ). કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે, શનિવારે નાણાકીય ક્ષેત્રની નિયમનકારી સંસ્થાઓને સાયબર સુરક્ષાના જોખમો સામે અત્યંત સાવધ રહેવા વિનંતી કરી હતી. સીતારમણે મુંબઈમાં ભારતીય સિક્યોરિટીઝ એન્
સેબી ના સ્થાપના દિવસે સંબોધન કરતા નાણામંત્રી સીતારમણ


મુંબઈ, નવી દિલ્હી, 22 એપ્રિલ (હિ.સ). કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે, શનિવારે નાણાકીય ક્ષેત્રની નિયમનકારી સંસ્થાઓને સાયબર સુરક્ષાના જોખમો સામે અત્યંત સાવધ રહેવા વિનંતી કરી હતી.

સીતારમણે મુંબઈમાં ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) ના 22મા સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધતા આ વાત કહી હતી. આ પ્રસંગે નાણામંત્રીએ સેબીની રાષ્ટ્રવ્યાપી રોકાણકાર જાગૃતિ પહેલ 'મિશન જાગૃત' નું ડિજિટલ રીતે લોકાર્પણ પણ કર્યું હતું.

સેબીના 38મા સ્થાપના દિવસના સમારોહને સંબોધતા સીતારમણે કહ્યું કે, કોઈપણ શેરબજાર અથવા ડિપોઝિટરી સંસ્થા પર એક પણ સાયબર હુમલો આર્થિક પ્રવૃત્તિઓને અવરોધી શકે છે અને સામાન્ય લોકોના વિશ્વાસને પ્રભાવિત કરી શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત નવા અને અદ્યતન સાધનોના આગમન સાથે સ્વયંસંચાલિત સાયબર હુમલાઓનો ભય વધ્યો છે, જેનાથી સાયબર સુરક્ષાની આવશ્યકતા વધુ મહત્વપૂર્ણ બની છે.

સીતારમણે કહ્યું, “માત્ર સેબી જ નહીં, પરંતુ તમામ નિયમનકારી સંસ્થાઓએ અત્યંત સતર્ક રહેવું પડશે. હુમલાની પદ્ધતિઓ ઝડપથી વિકસી રહી છે અને બચાવના સાધનોને તેનાથી પણ વધુ ઝડપથી વિકસાવવા પડશે.”

નાણામંત્રીએ મૂડીબજારના નિયમનકાર સેબીને વૈશ્વિક નિયમનકારી સંસ્થાઓ સાથે નિયમિત પરામર્શની વ્યવસ્થાને સંસ્થાગત બનાવવા વિનંતી કરી હતી, સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય નિયમનોએ અન્ય દેશોની નકલ ન કરવી જોઈએ. આ ઉપરાંત વિદેશી મૂડીના પ્રવાહને લઈને ઉભી થયેલી અસમંજસ વચ્ચે તેમણે કહ્યું કે નિયમનકારો વચ્ચેનો આ પ્રકારનો સંવાદ વૈશ્વિક રોકાણકારોમાં વિશ્વાસ વધારી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande