રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે તેજસ્વી ખેલાડી બાળકોને ‘ખેલકૂદ શિષ્યવૃત્તિ’આપી પ્રોત્સાહિત કર્યા
ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.) પોલીસ પરિવારના બાળકોમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર પોલીસ કર્મચારીઓના
બાળકોને ‘ખેલકૂદ શિષ્યવૃત્તિ’આપી પ્રોત્સાહિત કર્યા


બાળકોને ‘ખેલકૂદ શિષ્યવૃત્તિ’આપી પ્રોત્સાહિત કર્યા


ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.) પોલીસ પરિવારના બાળકોમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર પોલીસ કર્મચારીઓના ચાર તેજસ્વી બાળકોને ‘ખેલકૂદ શિષ્યવૃત્તિ’ના ચેક આપી પ્રોત્સાહિત કર્યા હતા.

કેન્દ્રીય કલ્યાણ ભંડોળમાંથી ચાર ખેલાડીઓને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નંદિની ધર્મરાજસિંહ ચૂડાસમાને શૂટિંગ, વિરાજ પ્રવિણભાઈને ક્રિકેટ, ધર્માદિત્ય કે. ઝાલાને બેડમિન્ટન અને સાક્ષી કલ્પેશકુમારને વોલીબોલ રમત માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ડૉ. રાવે યુવા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખેલકૂદ પ્રત્યે જાગૃતિ લાવવા અને રમતગમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ શિષ્યવૃત્તિ આગામી સમયમાં અન્ય બાળકોને પણ રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણારૂપ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande