ભાવનગરના તખ્તેશ્વર વોર્ડમાં સ્વચ્છતા માટે કડક કાર્યવાહી, 18 લોકો પાસેથી રૂ. 6150 દંડ વસૂલાયો
ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત તખ્તેશ્વર વોર્ડ વિસ્તારમાં પ્લાસ્ટિકનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર, જાહેરમાં
ભાવનગર


ભાવનગર, 25 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત તખ્તેશ્વર વોર્ડ વિસ્તારમાં પ્લાસ્ટિકનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર, જાહેરમાં ગંદકી ફેલાવનાર તેમજ ન્યૂસન્સ સર્જનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

વિભાગની ટીમ દ્વારા નિયમિત ચકાસણી દરમિયાન આવા કૃત્યોમાં સંકળાયેલા કુલ ૧૮ આસામીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તેઓ પાસેથી કુલ રૂ. ૬૧૫૦ નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નિયમોનું પાલન કરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે આ પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં પણ સતત ચાલુ રહેશે. ખાસ કરીને બજારો, વ્યસ્ત રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ વ્યક્તિ દ્વારા ગંદકી ન ફેલાય.

સ્વચ્છ ભાવનગર, સુંદર ભાવનગરના સૂત્રને સાકાર કરવા માટે મહાનગરપાલિકા સાથે નાગરિકોની સહભાગિતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, કચરો નિર્ધારિત સ્થળે જ નાંખે અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવે.

આવી કડક કાર્યવાહીના પરિણામે શહેરમાં સ્વચ્છતા અંગે સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આગળ પણ આવા અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે, જેથી ભાવનગરને એક આદર્શ સ્વચ્છ શહેર તરીકે વિકસાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande