સુરતમાં નાબાલિક સાથે છેડછાડ બાદ તણાવ, આરોપી પર ભીડનો હુમલો, પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ
સુરત, 25 એપ્રિલ (હિ.સ.) સુરતના અલથાણ વિસ્તારમાં એક નાબાલિક દીકરી સાથે થયેલી છેડછાડની ઘટનાએ વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો હતો. સાંજે ટ્યુશનમાંથી ઘરે પરત ફરતી 12 વર્ષની બાળાને એક વ્યક્તિએ અશ્લીલ ઈશારા કર્યા હોવાના આરોપ બાદ આસપાસના લોકોએ તરત જ હસ્
Surat


સુરત, 25 એપ્રિલ (હિ.સ.) સુરતના અલથાણ વિસ્તારમાં એક નાબાલિક દીકરી સાથે થયેલી છેડછાડની ઘટનાએ વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો હતો. સાંજે ટ્યુશનમાંથી ઘરે પરત ફરતી 12 વર્ષની બાળાને એક વ્યક્તિએ અશ્લીલ ઈશારા કર્યા હોવાના આરોપ બાદ આસપાસના લોકોએ તરત જ હસ્તક્ષેપ કરી આરોપીને પકડી લીધો હતો. બાળકીએ ચીસો પાડતા લોકો એકઠા થઈ ગયા અને પરિસ્થિતિ તંગ બની ગઈ.

ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને આરોપીને પોલીસના હવાલે કરવા પહેલાં જ તેની સાથે મારપીટ થઈ હતી. પોલીસની ટીમ પહોંચી ત્યારે પણ ભીડનો ગુસ્સો યથાવત રહ્યો હતો અને આરોપીને વાહનમાંથી બહાર ખેંચીને ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો.

આ ઘટનાની ખબર ઝડપથી ફેલાતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી હજારો લોકો અલથાણ પોલીસ સ્ટેશન પાસે ભેગા થઈ ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વધારાના દળોને તૈનાત કરાયા હતા. ભીડ કાબૂ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

પોલીસે નાબાલિક સાથે છેડછાડના મામલે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપીને સુરક્ષાના પગલે અન્ય પોલીસ સ્ટેશનમાં ખસેડ્યો છે. બાળકીના પરિવારજનોને પોલીસે સહકાર આપ્યો હોવાની માહિતી આપી છે અને તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande