




પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજ્ય એકમો (જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા) ની સામાન્ય/ મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ- 2026 યોજાનાર છે. આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગે પોરબંદર જિલ્લામાં જાગૃતિ વધે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પોરબંદરના માર્ગદર્શનમાં સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વી.કે.પરમાર સાહેબની ટીમ દ્વારા, કુતિયાણાની શાક માર્કેટ ખાતે સ્ટીકર લગાવીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું નવતર આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ફ્રુટ વેચનારા લોકો દ્વારા પણ અવશ્ય મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. તદુપરાંત કુતિયાણા શહેરની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના મેનેજર રાવલ સાહેબ દ્વારા લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી તથા state bank of india અને bank of baroda ખાતે ઉપસ્થિત કર્મચારીઓ અને યુવા નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેન થકી મતદાન જાગૃતિ નો સંદેશ આપવામાં આવેલો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya