પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધમાનમાં અમિત શાહે કહ્યું- 4 મેના રોજ જીતની મીઠાઈ ખવડાવીશું
કોલકતા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લાના જમાલપુરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે રાજ્યની મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ


કોલકતા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.). પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, શનિવારે પૂર્વ બર્ધમાન જિલ્લાના જમાલપુરમાં જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે રાજ્યની મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીતનો દાવો કર્યો.

અમિત શાહે કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપને 110 થી વધુ બેઠકો પર સરસાઈ મળશે અને આગામી 4 મેના રોજ જીત બાદ બર્ધમાનનો પ્રસિદ્ધ 'સીતાભોગ' વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખવડાવીને જીતની ઉજવણી કરવામાં આવશે. તેમણે જમાલપુર બેઠક પર ભાજપના ઉમેદવારને જીતાડવાની અપીલ પણ કરી.

સભામાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવતા આરોપ લગાવ્યો કે, છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ અત્યાચાર થયા છે. તેમણે આર.જી. કર અને સંદેશખાલી જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભાજપ સરકાર બનવા પર મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, દેશના 20 રાજ્યોમાં ભાજપની સરકાર છે અને ક્યાંય પણ મહિલાઓને સાંજે 7 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળવા જેવી સ્થિતિ નથી. તેમણે દાવો કર્યો કે જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો મહિલાઓ અડધી રાત્રે પણ સુરક્ષિત બહાર નીકળી શકશે.

અમિત શાહે, તૃણમૂલ કોંગ્રેસ પર ચૂંટણી દરમિયાન હિંસા અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકરો અને મતદારોને ડરાવી શકાય નહીં અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે અને જનતા આ વખતે સત્તા બદલવાનું મન બનાવી ચૂકી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande