અસમમાં 100 અને પશ્ચિમ બંગાળમાં, 200 થી વધુ બેઠકો જીતશે ભાજપ : હિમંત બિસ્વ સરમા
કલકતા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કરતા તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની તરફેણમાં દેખાઈ રહ્યું છે.
અસમ


કલકતા, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કરતા તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની તરફેણમાં દેખાઈ રહ્યું છે. તેમના મતે, આ વખતે પશ્ચિમ બંગાળમાં પાર્ટી 200 થી વધુ બેઠકો જીતી શકે છે.

શનિવારે કલકતામાં એક પત્રકાર પરિષદ દરમિયાન હિમંત બિસ્વ સરમાએ કહ્યું કે, તેઓ વર્ષ 2016 અને 2019 ની ચૂંટણીઓ દરમિયાન પણ પશ્ચિમ બંગાળ આવ્યા હતા, પરંતુ આ વખતે જેવું જનસમર્થન પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. તેમણે કહ્યું કે, પહેલા લોકોના મનમાં સંકોચ અને મૂંઝવણ હતી, પરંતુ હવે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે અને મતદારો ખુલીને સમર્થન આપી રહ્યા છે.

તેમણે દાવો કર્યો હતો કે, પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપને મોટી સરસાઈ મળી છે. સરમાના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં જ પાર્ટી લગભગ 110 બેઠકો પર જીતવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ 200 બેઠકોનો આંકડો વટાવી જાય, તો તેમાં કોઈને નવાઈ ન લાગવી જોઈએ.

અસમને લઈને પણ મુખ્યમંત્રીએ મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વખતે અસમમાં ભાજપ 100 બેઠકોનો આંકડો વટાવી જશે અને રાજ્યમાં ફરીથી મજબૂત સરકાર બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande