સીમર ગામે, ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત.
પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીમર ગામ થી કંટોલીયા જતા રસ્તે ગત તા. 23 એપ્રિલના રોજ ખરખરામાં આવેલા તેમના માસીને ભાવેશભાઈ ચૌહાણ મુકવા જતા હતા ત્યારે એક ડમ્પર ચાલકે રીવર્સમાં ડમ્પર લેતી વખતે અકસ્માત સર્જી ભાવેશ ચૌહ
સીમર ગામે, ટ્રકે હડફેટે લેતા યુવાનનું મોત.


પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીમર ગામ થી કંટોલીયા જતા રસ્તે ગત તા. 23 એપ્રિલના રોજ ખરખરામાં આવેલા તેમના માસીને ભાવેશભાઈ ચૌહાણ મુકવા જતા હતા ત્યારે એક ડમ્પર ચાલકે રીવર્સમાં ડમ્પર લેતી વખતે અકસ્માત સર્જી ભાવેશ ચૌહાણને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં ભાવેશભાઈનું મોત નીપજ્યું હતું. ડમ્પર ચાલક તેનું ડમ્પર ત્યાં જ છોડી નાસી છૂટ્યો હતો.

અકસ્માતની જાણ થતા મૃતક ભાવેશભાઈ ભાઈ રામદેભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પરના નંબર ચેક કરતા આગળની તરફ નંબર પ્લેટ હતી પરંતુ પાછળની તરફ નંબર પ્લેટ ન હતી પણ અલગથી એક બીજો રજીસ્ટ્રેશન નંબર લખેલો હતો. હાલ આ મામલે બગવદર પોલીસ સ્ટેશન દ્વારા રામદેભાઈની ફરિયાદને આધારે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande