ચૂંટણીના એક દિવસ પહેલા ચંદીગઢથી ટ્રકમાં ટીવીની બિલ્ટીની આડમાં લઈ જવાતો અમદાવાદથી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદ, 25 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજવા જઈ રહ્યું છે, 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તેન
ચૂંટણીના એક દિવસ પહેલા ચંદીગઢથી ટ્રકમાં ટીવીની બિલ્ટીની આડમાં લઈ જવાતો અમદાવાદથી દારૂનો જથ્થો ઝડપાયો


અમદાવાદ, 25 એપ્રિલ (હિ.સ.) : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજવા જઈ રહ્યું છે, 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

જે અંતર્ગત અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા ગામઠી રેસ્ટોરન્ટ પાસેથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો છે.

પોલીસે 67.57 લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા ચંદીગઢથી ટીવીની ખોટી બિલ્ટી બનાવી તેની આડમાં દારૂનો જથ્થો નડિયાદ ખાતે લઈ જવામાં આવતો હતો. ત્યારે નરોડામાંથી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ, પીસીબી સ્ક્વોડના પીઆઈ જે.પી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનાચિલોડાથી દહેગામ તરફ જવાના રિંગ રોડ ઉપરથી દારૂ ભરેલી એક ટ્રક પસાર થવાની છે. જેના આધારે ટીમે ગામઠી રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાનમાં બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી.

સૌ પ્રથમ પોલીસે ડ્રાઇવરને પૂછતા તેણે ટ્રકમાં ટીવી ભરેલા હોવાનું કહ્યું હતું અને ટીવીની બતાવી હતી. પરંતુ ચોક્કસ બાતમી હોવાના પગલે પોલીસે જ્યારે ટ્રક ખોલીને જોયું તો તેમાંથી વિદેશી દારૂ અને બીયર ભરેલા બોક્સ મળી આવ્યા હતા.

પોલીસને ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયરનો જથ્થો કુલ બોટલો નંગ 25,608 કિંમત રૂપિયા 67,57,488/- ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઇવરની પૂછપરછ કરતા તેનું નામ કમલસિંગ ભાનીસિંગ યાદવ હોવાનું જણાવ્યું હતું.

ટ્રક ડ્રાઇવર કબૂલ્યુ કે, ચંદીગઢ ખાતેથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો અને નડિયાદ ખાતે લઈ જવા માટે કહ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 87,67,928/-નો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી ટ્રક ડ્રાઇવરને પકડી હરિયાણાના બેશક ચંદીગઢથી દારૂ ભરી આપનાર અને નડિયાદ ખાતે દારૂ મંગાવનાર સહિત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande