પાટણમાં રવિવારે યોજાનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ
પાટણ, 25 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં રવિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાનાર છે. શનિવારે વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી EVM અને VVPAT સહિતની સામગ્રી સાથે ચૂંટણી સ્ટાફ મતદાન મથકો પર રવાના થયો હતો. આ ચૂંટણીમાં જિલ્લા પં
પાટણમાં રવિવારે યોજાનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ


પાટણ, 25 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લામાં રવિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાનાર છે. શનિવારે વિવિધ ડિસ્પેચ સેન્ટરો પરથી EVM અને VVPAT સહિતની સામગ્રી સાથે ચૂંટણી સ્ટાફ મતદાન મથકો પર રવાના થયો હતો.

આ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો, 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો અને પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે 114 ઉમેદવારો મેદાનમાં છે. સિદ્ધપુર નગરપાલિકાની 33 બેઠકો માટે 81 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.

ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ બનાવવા માટે વિશાળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. 262 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે અને પોલીસ તથા હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જેથી મતદારો નિર્ભય વાતાવરણમાં મતદાન કરી શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande