
સુરત, 26 એપ્રિલ (હિ.સ.) : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલના મતદાન કેન્દ્ર પર એક પ્રેરણાદાયક ઘટના સામે આવી, જ્યાં 84 વર્ષીય અવલબેન ડોબરીયા નાદુરસ્ત તબિયત હોવા છતાં એમ્બ્યુલન્સ દ્વારા મતદાન કરવા પહોંચ્યા. તેમના મજબૂત મનોબળ અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈને ત્યાં હાજર લોકો પણ પ્રભાવિત થઈ ગયા.
પરિવારજનોએ અવલબેનની મતદાન કરવાની જિદ્દને માન આપી તેમને ખાસ એમ્બ્યુલન્સ મારફતે કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. જીવનભર એક પણ ચૂંટણી ચૂકી ન ગયેલા અવલબેન હંમેશા પોતાના પરિવારજનોને પણ મતદાન માટે પ્રેરિત કરતા આવ્યા છે. તેમની આ લાગણી અને જાગૃતતા આજે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે