રાજકોટઃ વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી મતદાન સમયે ભાવુક બન્યા, લગ્ન પછી પહેલીવાર એકલા મતદાન કર્યું
રાજકોટ,26 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ પ્લેનક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે અંજલિબેન રૂપાણી મતદાન કરવા પહોંચ્યા હતા. હંમેશા અંજલિબેન રૂપાણી અને વિજય રૂપાણી સાથે જ મતદાન કરવા આવતા હતા. આ વખ
ફાઇલ ફોટો  Vijay Rupani's wife Anjaliben Rupani became emotional during voting,


રાજકોટ,26 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ પ્લેનક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે અંજલિબેન રૂપાણી મતદાન કરવા પહોંચ્યા હતા. હંમેશા અંજલિબેન રૂપાણી અને વિજય રૂપાણી સાથે જ મતદાન કરવા આવતા હતા. આ વખતે વિજય રૂપાણીની ગેરહાજરીમાં મતદાન કરવા પહોંચેલા અંજલિબેન ભાવુક બન્યા હતા.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ રાજકોટમાં મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે અનિલ જ્ઞાનમંદિર મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચેલા અંજલી રૂપાણી વિજય રૂપાણીને યાદ કરીને રડી પડ્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે, સાહેબ વગર બધું અધૂરું જ છે. લગ્ન પછી પહેલીવાર એકલી મતદાન કરી રહી છું, પણ મને ચોક્કસ ખાતરી છે કે સાહેબ સાથે જ છે. સાહેબ પણ લોકોને આ જ અપીલ કરેત કે દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરેઅમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

તેઓએ જણાવ્યું હતું કે, સાહેબ વગર બધું અધૂરું જ છે. લગ્ન પછી પહેલીવાર એકલી મતદાન કરી રહી છું, પણ મને ચોક્કસ ખાતરી છે કે સાહેબ સાથે જ છે. સાહેબ પણ લોકોને આ જ અપીલ કરેત કે દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે

અંજલી રૂપાણીએ મતદારોને અપીલ કરતા કહ્યું કે,મતદારોને મારું એ કહેવાનું છે કે 12.00 વાગ્યા સુધીમાં મતદાનનો ઉપયોગ કરી લઈએ અને ગરમીથી બચીએ, કારણ કે હીટવેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપેલું છે. એટલે બપોર થાય એ આપણે સૌ મતાધિકારનો ઉપયોગ કરી લઈએ.

પાલિકા-પંચાયતની યોજાઈ રહેલી ચૂંટણીને 2027 વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ સમાન ગણવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ નજર રાજ્યની 6 જૂની અને 9 નવી મળી 15 મહાનગરપાલિકા પર છે. 15 મહાનગરપાલિકામાં 43 બેઠક બિનહરીફ થઈ હોય હવે 1001 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તમામ બેઠક પર 1.10 કરોડથી વધુ મતદારો કૂલ 3145 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે.

આ વખતે રાજ્યમાં 6 જૂની (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર) મહાનગરપાલિકા અને 9 નવી (નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ) મહાનગરપાલિકા મળી કૂલ 15ની ચૂંટણી યોજાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande