


પોરબંદર, 26 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટે આજે સવાર થી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.ત્યારે ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના પત્ની સાથે પોતાના વતન મોઢવાડા ગામે ઉત્સાહભેર મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
મતદાન કરતી વખતે મંત્રી મોઢવાડીયાની સાદગીના દર્શન થયા હતા.કેબિનેટ મંત્રી લાઇન માં ઉભા રહી વારા પ્રમાણે મતદાન કર્યું હતું.
મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે લોકશાહીનું સાચું બળ મતદારોમાં નિશ્ચિત કરે છે અને દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો એ તેમની નૈતિક જવાબદારી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણા ગામ અને શહેરોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી માટે સૌએ મતદાનમાં ભાગ લેવો જોઈએ.આ સાથે તેમણે તમામ મતદારોને અચૂક મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવા સહભાગી બનવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya