ચાંવડ તાલુકા પંચાયત બેઠક પર કાંટેની ટક્કર, ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરે મતદાન કર્યું
અમરેલી, 26 એપ્રિલ (હિ.સ ) અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચાંવડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉભી રહેલી સોનલબેન ડેરે આજે પોતાના મ
ચાંવડ તાલુકા પંચાયત બેઠક પર કાંટેની ટક્કર, ભાજપ ઉમેદવાર સોનલબેન ડેરે મતદાન કર્યું


અમરેલી, 26 એપ્રિલ (હિ.સ

) અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ચાંવડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉભી રહેલી સોનલબેન ડેરે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સોનલબેન ડેર પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઇ આહિરની દીકરી છે, જેના કારણે તેમના ઉમેદવારીને વિશેષ મહત્વ મળ્યું છે. ઉપરાંત તેઓ અમરેલી જિલ્લા ભાજપના આગેવાન જીતુભાઈ ડેરના પુત્રવધુ હોવાને કારણે રાજકીય રીતે પણ મજબૂત ગણાય છે.

મતદાન દરમિયાન કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બંને પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે જોરદાર પ્રયાસો કરવામાં આવ્યા છે. ચાંવડ બેઠક પર કોગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હોવાથી પરિણામને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ બેઠકનું પરિણામ જિલ્લા રાજકારણમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને બંને પક્ષો જીત માટે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande