કલેક્ટર દ્વારા મતદાન મથકોની મુલાકાત, ભાવનગરમાં શાંતિપૂર્ણ મતદાન
ભાવનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત લોકશાહીના મહાપર્વની આજે ઉત્સાહભરી અને શાંતિપૂર્ણ શરૂઆત થઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી
મતદાન


ભાવનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત લોકશાહીના મહાપર્વની આજે ઉત્સાહભરી અને શાંતિપૂર્ણ શરૂઆત થઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલે સવારે સીદસર, ખાખરીયા અને વળાવડ પ્રાથમિક શાળાઓ સહિતના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મથકો પર હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપતાં વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરી હતી.

કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં તમામ મતદાન મથકો પર મતદારોને સુવિધા મળે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પીવાનું પાણી, છાંયડો અને પ્રાથમિક સારવાર જેવી જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. હાલ ચાલી રહેલી ગરમી અને હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે નાગરિકોને વહેલી તકે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે. મતદારોને કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના નિષ્પક્ષ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

સવારે ૭:૦૦ વાગ્યાથી શરૂ થયેલ મતદાન પ્રક્રિયા સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

“મતદાન કરવું એ આપનો અધિકાર જ નહીં પરંતુ લોકશાહી પ્રત્યેની જવાબદારી પણ છે,” એમ કલેક્ટરે ઉમેર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande