અમદાવાદમાં વાસણા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો સામેનું બટન ન ચાલતું હોવાની અરજી
- માસ્ટર ટ્રેનર દ્વારા સ્થળ પર જ અંગત રીતે મશીનની ચકાસણી - મશીન સંપૂર્ણ કાર્યરત સ્થિતિમાં હોવાની પુષ્ટિ અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના 48
અમદાવાદમાં વાસણા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારો સામેનું બટન ન ચાલતું હોવાની અરજી


- માસ્ટર ટ્રેનર દ્વારા સ્થળ પર જ અંગત રીતે મશીનની ચકાસણી

- મશીન સંપૂર્ણ કાર્યરત સ્થિતિમાં હોવાની પુષ્ટિ

અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. શહેરમાં 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

અમદાવાદના વાસણા વોર્ડના બુથ નંબર 43 પર આવેલી જી.બી શાહ કોલેજ ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન એક બેલેટ યુનિટમાં બટન દબાવવામાં સહેજ મુશ્કેલી હોવાની ફરિયાદ મળી હતી.

મતદારો દ્વારા મત આપ્યા બાદ લાલ લાઈટ થતી હોવાથી મત સફળતાપૂર્વક નોંધાઈ રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ બાબતે માસ્ટર ટ્રેનર દ્વારા સ્થળ પર જ અંગત રીતે મશીનની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં મશીન સંપૂર્ણ કાર્યરત સ્થિતિમાં હોવાની પુષ્ટિ મળી હતી.

આમ છતાં, કોઈપણ પ્રકારની શંકા કે, અગવડતા ટાળવા અને મતદારોના વિશ્વાસને જાળવી રાખવા માટે સાવચેતીના ભાગરૂપે તે બૂથ પરના બેલેટ યુનિટને બદલી દેવામાં આવ્યું હતું. આ સાથે વાસણા જી.બી. શાહ કોલેજ કોંગ્રેસના ઉમેદવારની સામેનું બટન કામ કરતુ ન હોવાની કોંગ્રેસના ઉમેદવારોએ લેખિતમાં અરજી આપી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande