
અમરેલી, 26 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સહકારી ક્ષેત્રના અગ્રણી નેતા દિલીપ સંઘાણી પોતાના માદરેવતન માળિલા ગામે મતદાન કરવા માટે ખાસ દિલ્હીથી પહોંચ્યા હતા. તેમના આગમન સાથે ગામમાં વિશેષ ઉર્જા અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
દિલીપ સંઘાણીએ તેમના ધર્મપત્ની ગીતાબેન સંઘાણી સાથે મળીને મતદાન કર્યું હતું. પોતાના બાળપણના દિવસો યાદ કરતાં તેમણે જણાવ્યું કે, જે ગામમાં પ્રાથમિક શિક્ષણ લીધું, તે જ ધરતી પર મતદાન કરવાનો ગૌરવભર્યો અનુભવ થાય છે.
મતદાન કેન્દ્ર પર સામાન્ય મતદારોની સાથે સાથે આગેવાનોની હાજરીએ ચૂંટણીનું મહત્વ વધાર્યું હતું. સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
દિલીપ સંઘાણીના મતદાનને કારણે માળિલા ગામ અને આસપાસના વિસ્તારોમાં મતદારોમાં જાગૃતિ વધારવાનો સંદેશ પણ ગયો છે. ચૂંટણી પ્રક્રિયામાં દરેક નાગરિકે સક્રિય ભાગ લેવો જોઈએ તેવો સંદેશ તેમણે આપ્યો હતો.
આ ચૂંટણીના પરિણામો જિલ્લામાં રાજકીય દિશા નક્કી કરશે, જેને લઈને તમામ પક્ષો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai