

પોરબંદર, 26 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે. ત્યારે શારીરિક અશક્ત હોવા છતાં ધીરજલાલ માંડવીયાએ વ્હીલચેરમાં બેસીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી.
ધીરજલાલ માંડવીયાએ વ્હીલચેર સાથે પોરબંદર ની નવયુગ વિદ્યાલય ખાતે મતદાન કરી ધીરજલાલ માંડવીયાએ જણાવ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીએ ભારત દેશની લોકશાહી વધુ મજબૂત છે. તેમણે તમામ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya