પ્રથમ વખત મતદાન કરી ‘નવમતદાર’ તરીકે ગૌરવ અનુભતી હિરલ-અમિષા પ્રજાપતિ
ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ભારત જેવા લોકશાહી દેશમાં જ્યારે ચૂંટણીનો અવસર આવે છે, ત્યારે તે કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ ઉત્સવમાં જ્યારે યુવા લોહી ભળે છે, ત્યારે લોકશાહીની બુનિયાદ વધુ મજબૂત બને છે. આવો જ કંઈક નજારો કલોલ ખાતે જોવા મળ્યો, જ્યાં બે ય
મતદાતા


ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ભારત જેવા લોકશાહી દેશમાં જ્યારે ચૂંટણીનો અવસર આવે છે, ત્યારે તે કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ ઉત્સવમાં જ્યારે યુવા લોહી ભળે છે, ત્યારે લોકશાહીની બુનિયાદ વધુ મજબૂત બને છે. આવો જ કંઈક નજારો કલોલ ખાતે જોવા મળ્યો, જ્યાં બે યુવા બહેનોએ પ્રથમ વખત મતદાન કરી ‘નવમતદાર’ તરીકે ગૌરવ અનુભવ્યું હતું.

કલોલની બે દીકરીઓ, પ્રજાપતિ હિરલ અને પ્રજાપતિ અમિષાએ આજે પોતાના જીવનનું પ્રથમ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બની દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તરફ પ્રથમ ડગ માંડ્યા છે. મતદાન મથક પરથી બહાર નીકળતા તેમના ચહેરા પર એક અનોખો ઉત્સાહ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થયાનો સંતોષ સ્પષ્ટપણે ઝળકતો હતો.

આ ક્ષણને જીવનની યાદગાર ક્ષણ ગણાવતા હિરલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા અને મારી બહેન માટે આ એક અદ્ભુત ક્ષણ છે. અત્યાર સુધી અમે વડીલોને મતદાન કરતા જોયા હતા, પણ આજે પહેલીવાર જાતે મતદાન કરીને લોકશાહીની પ્રક્રિયાનો હિસ્સો બનવાનો ગર્વ અનુભવાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ આવનાર દરેક ચૂંટણીમાં લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા માટે હંમેશા તૈયાર છે. હિરલ અને અમિષા જેવી જાગૃત યુવા પેઢી જ દેશના લોકશાહી માળખાને જીવંત રાખે છે, જે અન્ય નવયુવાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande