લોકશાહીના મહાપર્વ પ્રસંગે, 82 વર્ષીય મધુબાની કર્તવ્યનિષ્ઠા
ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : કલોલ નગરપાલિકાની ચૂંટણીના દિવસે મતદાન મથકો પર સવારથી જ મતદારોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી હતી. લોકશાહીના આ પર્વમાં નાગરિકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો, પરંતુ આ ભીડમાં સહુનું ધ્યાન ખેંચ્યું 82 વર્ષીય મધુબેન ચીનુભાઈ જા
મધુબા


ગાંધીનગર, 26 એપ્રિલ (હિ.સ.) : કલોલ નગરપાલિકાની ચૂંટણીના દિવસે મતદાન મથકો પર સવારથી જ મતદારોની ભારે ભીડ અને લાંબી કતારો જોવા મળી હતી. લોકશાહીના આ પર્વમાં નાગરિકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો, પરંતુ આ ભીડમાં સહુનું ધ્યાન ખેંચ્યું 82 વર્ષીય મધુબેન ચીનુભાઈ જાનીએ. વયોવૃદ્ધ હોવા છતાં, મધુબા જે રીતે સહર્ષ મતદાન કરવા પહોંચ્યા હતા, તેણે ત્યાં ઉપસ્થિત અન્ય યુવાન અને વડીલ મતદારોમાં પણ એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો.

મધુબાના પુત્ર વિપુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, તેમના માતા માટે મતદાન એ માત્ર પ્રક્રિયા નથી પણ એક પવિત્ર ઉત્સવ છે. તેઓ દર વખતે દરેક ચૂંટણીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી થાય છે. આ વખતે પણ મધુબા સવારથી જ વહેલા જાગી ગયા હતા અને પરિવારના તમામ સભ્યોને જગાડીને આગ્રહપૂર્વક મતદાન કરવા લઈ ગયા હતા. મધુબાની એક જ ઈચ્છા હતી કે તેઓ મતદાન મથક પર જઈ સૌથી પહેલું મતદાન કરે. વડીલોના આવા અડગ નિર્ધારને જોઈને તેમનો આખો પરિવાર પણ ગૌરવ સાથે મતદાન મથકે પહોંચ્યો હતો.

આ અવસરે મધુબાએ ખૂબ જ સરળ છતાં મર્મસ્પર્શી વાત કરી હતી કે, મતદાન એ મારી પવિત્ર ફરજ છે, જે પૂરી કરવા માટે મને ઘણો ઉત્સાહ હતો અને આજે મેં મારી એ ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી છે. મધુબા જેવો ઉત્સાહ અને લોકશાહી પ્રત્યેની તેમની આ શ્રદ્ધા જ ખરા અર્થમાં લોકતંત્રના સ્તંભને મજબૂત બનાવે છે. તેમની આ સફર અને ઉમરના આ પડાવે પણ કર્તવ્ય પ્રત્યેની જાગૃતિ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande