અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા પરિવાર સાથે મતદાન કર્યું, ભાજપ જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
અમરેલી, 26 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાની કુલ 44 જિલ્લા પંચાયત બેઠકો અને અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત રાજ્યના ઉર્જા મ
અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા પરિવાર સાથે મતદાન કર્યું, ભાજપ જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ


અમરેલી, 26 એપ્રિલ (હિ.સ.)

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાની કુલ 44 જિલ્લા પંચાયત બેઠકો અને અમરેલી તાલુકા પંચાયતની 18 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા પોતાના પરિવાર સાથે દેવરાજીયા ગામે આવેલ મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.

મતદાન સમયે ગામના મહિલા અને પુરુષ મતદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને મંત્રી સાથે જોડાઈ મતદાન પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં ગ્રામજનો વાગતે ગાજતે મતદાન મથકે પહોંચતા નજરે પડ્યા.

ઉર્જા મંત્રી વેકરીયાએ જણાવ્યું કે લોકશાહીમાં મતદાન એક પવિત્ર ફરજ છે અને દરેક મતદારોએ તેનો નિર્ભયતાપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સમગ્ર અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે અને વિકાસના મુદ્દાઓ પર જનતા ભાજપને સમર્થન આપશે.

મતદાન દરમિયાન શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલ જોવા મળ્યો હતો, જ્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande