પહેલાં મતદાન, પછી લગ્ન : જામનગર શહેરના યુવતીએ પોતાના લગ્નની વ્યસ્તતા વચ્ચે મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી
જામનગર, 26 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક યુવતીએ પોતાના લગ્નના દિવસે પહેલા મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતી મીરા પર
લગ્ન પૂર્વે યુવતી નું મતદાન


જામનગર, 26 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક યુવતીએ પોતાના લગ્નના દિવસે પહેલા મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુલાબનગર વિસ્તારમાં રહેતી મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

યુવતી પોતાના લગ્નના કપડામાં મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના પરિવારજનો અને સગાસંબંધીઓએ પણ આ પગલાને વધાવી લીધું અને યુવતીના આ નિર્ણયની પ્રશંસા કરી હતી.

લગ્ન પહેલા મતદાનને પ્રાથમિકતા આપી યુવતીએ ખાસ કરીને યુવા પેઢીને મતદાન માટે પ્રેરિત કરી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande