
કોડિનાર તાલુકાના વેલણ ગામના દિવ્યાંગ યુવાન ચેતનભાઈ બાંભણિયાની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાને મુખ્યમંત્રીટ્વિટ કરી બિરદાવી.
ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક દિવ્યાંગો, લગ્નજીવનમાં પગલા પાડનાર યુવક-યુવતીઓએ પ્રતિકૂળતાઓ અને પ્રસંગો વચ્ચે પણ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની આગવી શ્રદ્ધાના દર્શન કરાવ્યા છે.
કોડિનાર તાલુકાના વેલણ ગામના યુવાન ચેતનભાઈ બાંભણિયાએ દિવ્યાંગ હોવા છતાં મતદાન માટે આગળ આવી અન્યો માટે પણ પ્રેરણારૂપ બન્યાં છે.
પોલીસ તંત્ર એ પણ પોતાની કઠોર ફરજ પરસ્તી વચ્ચે પોતાની લાગણી અને સંવેદનશીલતાના દર્શન કરાવી જિલ્લાના આવા અનેક દિવ્યાંગ મતદારો માટે સહાયરૂપ બની લોકશાહીની મસાલ જીવંત રાખતું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘટનાને ધ્યાનમાં લઇ ટવીટ ટવીટ કરી કોડિનારના યુવક અતુલભાઇના હિંમત અને હોસલાને બિરદાવ્યો છે.
મુખ્યમંત્રીએ આ યુવક માટે કરેલી ટ્વીટ અક્ષરશઃ આ મુજબ છે....
પવિત્ર ફરજ મતદાનની.. આ છે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વેલણ ગામના યુવાન ચેતનભાઈ બાંભણિયા. દિવ્યાંગ હોવા છતાં મતદાન માટે ચેતનભાઈની ઊર્જા અને જાગૃતિ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. ગરમી હોવા છતાં તેઓ રિક્ષામાં મતદાન મથકે પહોંચ્યા અને પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્યાં ફરજરત પોલીસ જવાનો પણ પૂરી સંવેદના સાથે ચેતનભાઈને અંદર લઈ ગયા અને તેઓ સરળતાથી મતદાન કરી શકે તે સુનિશ્ચિત કર્યું. ચેતનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. ગીર સોમનાથ પોલીસતંત્રની કામગીરી પણ ખરેખર સરાહનીય છે. ચેતનભાઈમાંથી પ્રેરણા લઈને આવો આપણે સૌ મહત્તમ મતદાન થાય એ માટે સતત પ્રયત્ન કરીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ