ગીર સોમનાથ જિલ્લાની ચૂંટણીલક્ષી સ્ટોરીને ટેગ કરીને મુખ્યમંત્રી બીજું ટ્વીટ
ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાની ચૂંટણી કામગીરીની ઉચ્ચ સ્તરે નોંધ લેવાઈ. સમગ્ર રાજ્યમાં આજે યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પોતાની શારીરિક અક્ષમતાઓ અને અસમાન પરિસ્થિતિઓ વચ્ચે પણ લોકશાહી માટેનો અવાજ બૂલંદ રાખતા અનેક ય
ગીર સોમનાથ જિલ્લાની ચૂંટણીલક્ષી સ્ટોરીને ટેગ કરીને મુખ્યમંત્રી બીજું ટ્વીટ


ગીર સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાની ચૂંટણી કામગીરીની ઉચ્ચ સ્તરે નોંધ લેવાઈ. સમગ્ર રાજ્યમાં આજે યોજાઈ રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પોતાની શારીરિક અક્ષમતાઓ અને અસમાન પરિસ્થિતિઓ વચ્ચે પણ લોકશાહી માટેનો અવાજ બૂલંદ રાખતા અનેક યુવક-યુવતીઓએ પોતાના લગ્ન અવસરને પણ બાજુમાં મૂકી લોકશાહી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

તાલાલા તાલુકાની આવી જ એક દીકરી ધારાની સ્ટોરીને ટેગ કરીને મુખ્યમંત્રીએ આજે ફરીવાર ટ્વિટ કર્યું છે.જે ગીર સોમનાથ જિલ્લાની ઉત્તમ ચૂંટણી કામગીરીની દ્યોતક છે.

મુખ્યમંત્રીએ આ યુવક માટે કરેલી ટ્વીટ અક્ષરશઃ આ મુજબ છે....

'આણંદ જિલ્લાના ભારતીબેન હોય કે.. તલાલા તાલુકાના ધારાબેન.. કે પછી પાટણ જિલ્લાના કલ્પનાબેન… ગુજરાતમાં આજે ઘણા યુવક-યુવતીઓ તેમના લગ્ન હોવા છતાં મતદાનની ફરજ ન ચૂક્યા. લોકશાહીની પવિત્ર ફરજ પ્રત્યેની આ જાગૃતિ યુવાનોમાં જોવા મળી તે ઘણા આનંદની વાત છે. યુવાશક્તિને ખૂબ-ખૂબ અભિનંદન અને સુખમય લગ્નજીવનની શુભેચ્છાઓ.'

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande