લડખડતા કદમ પણ મતદાનનો ઉત્સાહ અકબંધ 80 વર્ષના મતદાર કેસરબેને મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાનું અર્ધ્ય અર્પિત કર્યું
સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) કહેવાય છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ.... આ ઉક્તિને સાર્થક કરતા વેરાવળના 80 વર્ષના વયોવૃદ્ધ કેસરબેને પોતાના લડખડતા કદમ વચ્ચે પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાનું અર્ધ્ય અર્પિત કર્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટ
લડખડતા કદમ પણ મતદાનનો ઉત્સાહ અકબંધ


સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) કહેવાય છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ.... આ ઉક્તિને સાર્થક કરતા વેરાવળના 80 વર્ષના વયોવૃદ્ધ કેસરબેને પોતાના લડખડતા કદમ વચ્ચે પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાનું અર્ધ્ય અર્પિત કર્યું હતું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વેરાવળ શહેરના મતદાન મથકો ઉપર યુવા મતદારોથી લઈને વૃદ્ધાઓ સુધી મતદાન કરવા આવી રહ્યા છે.લોકશાહીના આ પર્વમાં સહભાગી થતા 80 વર્ષના કેસરબેને પોતાના ધંધા પર જતા પહેલા મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી.

વહેલી સવારે જ તેઓ પોતાના મતાધિકારનો અધિકારનો ઉપયોગ કરવા માટે કન્યા શાળા ખાતે આવેલ પોતાના મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં .

તેઓએ પોતાના લોકશાહી પર્વના અધિકારનો ઉપયોગ કરી અન્ય યુવાઓ-વૃદ્ધો સહિતનાઓને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી ઉંમર 80 વર્ષની છે અને હું દરેક ચૂંટણીમાં મારા મતાધિકારનો ઉપયોગ કરી મારી પવિત્ર ફરજ બજાવું છું. ત્યારે, અન્ય લોકોએ પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande