વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની સેવામાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ
ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે. ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્ય
વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની સેવામાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ


ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજે રવિવારના રોજ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે.

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી રહી છે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જ છે. આ સાથે જ વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની સેવામાં ગીર સોમનાથ પોલીસ ખડેપગે મદદ કરી રહી છે.

પોલીસતંત્ર એ લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા આવતાં મતદારો માટે 'મે આઈ હેલ્પ યુ ?' નું સૂત્ર સાર્થક કરતાં અશક્ત, વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને બૂથ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

આમ, મતદાન પર્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માનવતા દર્શાવતા પોલીસતંત્રએ 'મે આઈ હેલ્પ યુ ?' નું સૂત્ર સાર્થક કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande