જિલ્લાના વિવિધ મતદાન મથકો પર વ્હિલચેરની દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે મતદાનનો માર્ગ સરળ બન્યો
સોમનાથ,26 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાનમથક પર સ્વયં સેવક સાથેની વ્હિલચેરની સુવિધા ઉભી કર
જિલ્લાના વિવિધ મતદાન મથકો પર વ્હિલચેરની દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે મતદાનનો


સોમનાથ,26 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાનમથક પર સ્વયં સેવક સાથેની વ્હિલચેરની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટણીના આ મહાપર્વમાં વ્હિલચેરની સુવિધા સાથે અનેક દિવ્યાંગ મતદારોએ પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કર્યો હતો.

સમાજનું એક પણ અંગ આ ચૂંટણી પર્વમાં સહભાગી થયા વગર ન રહે તેવા ઉદ્ધાત ભાવ સાથે આ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. જિલ્લાના અનેક મતદાન મથકો ખાતે મતદાન કરવા આવેલાં દિવ્યાંગ મતદારો માટે વ્હિલચેરની સુવિધાઓ આશીર્વાદરૂપ બની હતી.

રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરૂ થયાને 6 કલાક વીતી ચૂક્યા છે. 15 મહાનગરપાલિકામાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 33 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. જૂની 6 મહાનગરપાલિકાની સરખામણીએ નવી 9 મહાનગરપાલિકાના મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande