જિલ્લામાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત
સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લામાં આજે મતદાન પ્રક્રિયાની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ છે. મતદાન કેન્દ્રો પર વહેલી સવારે જ મતદારોની લાઈનો જોવા મળી હતી અને લોકોએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને
જિલ્લામાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન


સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લામાં આજે મતદાન પ્રક્રિયાની શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ છે.

મતદાન કેન્દ્રો પર વહેલી સવારે જ મતદારોની લાઈનો જોવા મળી હતી અને લોકોએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની શરૂઆત થઈ છે.

દરેક મતદાન મથક પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ વેરાવળના નાગરિકો પોતાના પવિત્ર અને કીમતી માતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પધારી રહ્યા છે.

રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પહેલા જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જ્યારે બાકીની બેઠકો માટે કડક જંગ જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande