તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્હિલચેરની સુવિધા લોકશાહીના પર્વને સાચી રીતે સાર્થક રહી, અસક્ત અને નબળા મતદારો વ્હિલચેરને પરિણામે પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ સરળ બન્યો
ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથના વેરાવળ ખાતે યોજાઈ રહેલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મતદારોને સુવિધા મળે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર વ્હિલચેરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જે લોકશાહીના પર્
તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્હિલચેરની સુવિધા લોકશાહીના પર્વને


ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથના વેરાવળ ખાતે યોજાઈ રહેલ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિક મતદારોને સુવિધા મળે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર વ્હિલચેરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. જે લોકશાહીના પર્વને સાચી રીતે સાર્થક બનાવી રહી છે.

જિલ્લાના અશક્ત અને નબળા ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા દરેક મતદાન મથક ઉપર વ્હિલચેરની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર જરૂરી સંખ્યામાં વ્હીલચેર ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેથી કોઇપણ મતદારને મતદાન કરવા માટે મુશ્કેલી ન પડે.

મતદારોને સહેલાઈથી મતદાન મથક સુધી પહોંચાડવા માટે સ્વયંસેવકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ રેમ્પ, પીવાના પાણી અને બેઠકો જેવી આધારભૂત સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

જિલ્લા પ્રશાસને તમામ મતદારોને નિર્ભય અને નિરાંતે મતદાન કરવા અપીલ કરી છે અને ખાસ કરીને દિવ્યાંગ મતદારો માટે કરવામાં આવેલી આ સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande