
ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુસર જિલ્લાના તાલુકા કક્ષાએ વિશેષ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક સક્રિય રહી ચૂંટણી સંબંધિત તમામ કામગીરી પર નજર રાખી રહી છે.
મતદારો, રાજકીય પક્ષો તેમજ સામાન્ય નાગરિકો માટે કન્ટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર સાથે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાની ફરિયાદ, સૂચન અથવા માહિતી તાત્કાલિક મળી શકે.
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે. કન્ટ્રોલ રૂમમાં આધુનિક તકનીકી સુવિધાઓ દ્વારા દરેક મતદાન મથકની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લા મતદારો નિર્ભયપણે મતદાન કરે અને કોઈપણ ફરિયાદ નોંધ તાત્કાલિક નિવારણ લાવી શકાય તે માટે આ કંટ્રોલરૂમ કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ