
સોમનાથ,26 એપ્રિલ (હિ.સ.) સોમનાથ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી વેરાવળના મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.
યુવા મતદારોનો ઉત્સવ પણ તેમાં ભળ્યો છે. આવા જ એક વેરાવળના યુવા મતદાન મયુર સુયાણીએ મતદાન કરી પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, મેં આ બીજી વખત મતદાન કર્યું છે અને ભારતની લોકશાહી માટે દરેકે મતદાન કરવું જોઈએ. મતદાન એ દરેક વ્યક્તિને લોકશાહીએ આપેલો અમૂલ્ય અધિકાર છે. ત્યારે દરેક મતદારોએ તેમના મતનો ઉપયોગ કરવો જોઈએ.
જિલ્લાના 1394 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે. મતદાન નિષ્પક્ષ અને સરળ બને તે માટે 6059થી વધુ પોલિંગ સ્ટાફ તૈનાત કરાયો છે. તમામ મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક મતદાન મશીનો (EVM) દ્વારા મતદાન થઈ રહ્યું છે, જેમાં કુલ 2112 CU-BU મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ