ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે, એકમાત્ર મતદાર માટે ચૂંટણી તંત્રની વ્યવસ્થા
ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.)ગીર સોમનાથ એકમાત્ર મતદાર એવા હરિદાસજી મહારાજે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા બાબતે હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મારા એક માટે ચૂંટણી તંત્ર દ્વારા આવા અંતરિયાળ અને
બાણેજ ખાતે એકમાત્ર મતદાર માટે ચૂંટણી તંત્રની વ્યવસ્થા


ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.)ગીર સોમનાથ એકમાત્ર મતદાર એવા હરિદાસજી મહારાજે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા બાબતે હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે, મારા એક માટે ચૂંટણી તંત્ર દ્વારા આવા અંતરિયાળ અને જંગલ વિસ્તારમાં મતદાન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે, જે લોકશાહીમાં એક મતની કેટલી કિંમત છે તે દર્શાવે છે.

સક્ષમ અને સશક્ત લોકશાહીના નિર્માણ માટે તેમજ સક્ષમ નેતાની પસંદગી માટે સમાજના લાયક તમામ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ તેવી લાગણી તેમણે આ તકે દર્શાવી હતી.

હરિદાસજી મહારાજે વન વિભાગ દ્વારા દરેક ચૂંટણી વખતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા એક વૃક્ષ તેમને આપવામાં આવે છે. જેને તેઓ વાવે છે. ગઈ વખતે તેમને કરમદાનો છોડ આપવામાં આવ્યો હતો અને આ વખતે તેમને પીપળનો છોડ આપવામાં આવ્યો છે. વૃક્ષો માટેની વન વિભાગની આ સંવેદનાને પણ તેમણે બિરદાવી હતી. એક મતની કિંમત પારખીને ચૂંટણી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી આ વ્યવસ્થાને તેમણે બિરદાવી ચૂંટણી આયોગની વ્યવસ્થા માટે અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande