
ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લામાં લગ્નજીવનના મંગલ ફેરા ફરતાં પહેલાં તાલાલા તાલુકાની જાગરૂક કન્યાએ લોકશાહીના ચોકમાં કંકુ પગલાં કરી ચૂંટણી પર્વને સાચા અર્થમાં પવિત્ર બનાવ્યો હતો.
પરિણય પહેલા પરિણામ માટેની નૈતિક ફરજ બજાવી મતદાન કરવા સાથે તાલાલાની દીકરીએ લોકશાહી પ્રત્યેની પોતાની સાચી ફરજ દર્શાવી હતી.
સપ્તપદીના સાત ફેરા ફરવા પહેલા તારોલા તાલુકાના રમરેચી ગામના ધારાબેન પ્રવીણ ભાઈ કણસાગરાએ પોતાના લગ્નપ્રસંગોને બાજુમાં મૂકી પહેલા મતદાન કરવાની પવિત્ર ફરજ અદા કરવાનું નક્કી કર્યું હતું.
દુલ્હનના જોડામાં મતદાન કેન્દ્ર ખાતે આવીને મતદાન કરી લોકશાહીના પર્વમાં ધારાબેન સહભાગી થયા હતા અને લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યાં હતાં.
ધારાબેનની લોકશાહી પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા દર્શાવે છે કે, યુવા મતદારોની લોકશાહી પ્રત્યેની પ્રતિભદ્રતાથી ભારતની લોકશાહી દિનબદિન વધુ સુદ્રઢ અને મજબૂત બનવાની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ