વેરાવળના દંપતીએ સજોડે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયાં
સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) વેરાવળ શહેરમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી. શહેરના લોકો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે ઉત્સુક જણાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરમાં ઠેર ઠેર મતદાન
વેરાવળના દંપતીએ સજોડે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી


સોમનાથ, 26 એપ્રિલ (હિ.સ.) વેરાવળ શહેરમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી. શહેરના લોકો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે ઉત્સુક જણાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરમાં ઠેર ઠેર મતદાન થઇ રહ્યું છે. જેમાં વેરાવળ શહેરની મણીબેન કોટક સ્કૂલ ખાતેના મતદાન મથક પર દંપતીએ સજોડે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા.

આ અંગે મતદાર હરીશ જોશીએ જણાવ્યું હતું કે, તેઓએ અને તેમના ધર્મપત્ની દીપ્તિબેને આજે સજોડે મતદાન કર્યું છે અને તેમના મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે.

તેમણે મતદાનની મહત્તા બતાવતા વધુમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકને લોકશાહી મજબુત બનાવવા માટે મતદાન જેવું હથિયાર મળ્યું છે, ત્યારે તેનો યોગ્ય ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande