
ગીર સોમનાથ 26 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથમાં શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન મથકો પર મતદાન કરવા માટે મતદારોમાં સવારથી ઉત્સાહ જોવા મળ્યો હતો.
જેમાં વેરાવળ તાલુકાના છાત્રોડા ગામ ખાતે મતદાન મથક પર માતા-પુત્રીએ સંગાથે મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી બન્યા હતા.
આ તકે મતદાન કર્યા બાદ પુત્રી પલ્લવીબેન મકવાણાએ જણાવ્યું હતું કે, હું આ બીજી વખત મતદાન કરી રહી છું અને આજે મારી માતાએ પણ મતદાન કર્યું છે. લોકશાહી પર્વમાં અમે માતા-પુત્રી સહભાગી બન્યા છે, ત્યારે દરેક મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી તેઓએ અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ