દાદા-પૌત્રે સાથે કર્યું મતદાન, પરિવાર સાથે લોકશાહીનો ઉત્સવ
સુરત, 26 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં મતદાનના દિવસે સવારથી જ લોકશાહીનો જશ્ન જોવા મળ્યો હતો. ઘોડદોડ રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન કેન્દ્ર પર 77 વર્ષીય દાદા અને તેમના 19 વર્ષીય પૌત્રે સાથે મળીને મતદાન કરી સૌનું ધ્યાન ખેંચ્યું. આ દ્રશ્યે અ
Surat


સુરત, 26 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરમાં મતદાનના દિવસે સવારથી જ લોકશાહીનો જશ્ન જોવા મળ્યો હતો. ઘોડદોડ રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન કેન્દ્ર પર 77 વર્ષીય દાદા અને તેમના 19 વર્ષીય પૌત્રે સાથે મળીને મતદાન કરી સૌનું ધ્યાન ખેંચ્યું. આ દ્રશ્યે અન્ય મતદાતાઓને પણ પ્રેરણા આપી હતી.

દાદા પવનભાઈ પાટની પોતાના દીકરા, વહુ અને પ્રથમ વખત મતદાન કરનાર પૌત્ર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે પરિવાર સાથે લોકશાહીના આ પર્વમાં ભાગ લેવો ગૌરવની બાબત છે અને તેમના પરિવારમાં હંમેશા મતદાનને મહત્વ આપવામાં આવે છે.

પૌત્ર ક્રિશ્ન પાટનીએ પોતાના પ્રથમ મતદાનના અનુભવને ખાસ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે પરિવારના પ્રોત્સાહનથી આ અવસર વધુ યાદગાર બન્યો છે. સાથે જ તેણે અન્ય યુવાનો અને નાગરિકોને પણ મતદાનમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande