ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી અપડેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ
અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે રવિવારે સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ (EVM)માં કેદ થઈ રહ્યું છે. આજે 17માંથી 15 મનપા (મ
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી અપડેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ


અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે રવિવારે સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ (EVM)માં કેદ થઈ રહ્યું છે. આજે 17માંથી 15 મનપા (મહાનગરપાલિકા), 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192માંથી 2 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 190 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. શહેરમાં 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણીની વ્યસ્તતા અને મન કી બાત કાર્યક્રમના આયોજનને કારણે ગુજરાતમાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન કરવા આવી નહીં શકે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ. તેઓ અમદાવાદ મહાનગર પાલિકાના રાણીપના મતદાતા તરીકે નોંધાયેલા છે.

જોકે ગૃહમંત્રી અમિત શાહ 26 એપ્રિલ રવિવાર સવારે 10 વાગે અમદાવાદ પહોંચશે. અહીંથી અમિત શાહ સીધા મતદાન કરવા જવા માટે પોતાના મતવિસ્તાર પર જશે, અમિત શાહના આગમનને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયત, ત્રણ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાની મળીને કુલ 163 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં 399 ઉમેદવારોનું નસીબ દાવ પર છે. આ ચૂંટણીને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેને આવનારી વિધાનસભાની ચૂંટણીની સેમીફાઈનલ તરીકે પણ જોવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande