સમી તાલુકાના બાસ્પા ગામે લગ્ન પહેલાં, મતદાન કરીને નવવધૂએ આપી જાગૃતતાની પ્રેરણા
પાટણ, 26 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમાન ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે આ માહોલ વચ્ચે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામેથી, ફરજ અને જાગૃતતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. બાસ્પા ગામના રાવળ પરસોત્તમભાઈની સુપુત્રી ક
સમી તાલુકાના બાસ્પા ગામે લગ્ન પહેલાં મતદાન કરીને નવવધૂએ આપી જાગૃતતાની પ્રેરણા


પાટણ, 26 એપ્રિલ (હિ.સ.) ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમાન ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે આ માહોલ વચ્ચે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામેથી, ફરજ અને જાગૃતતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

બાસ્પા ગામના રાવળ પરસોત્તમભાઈની સુપુત્રી કલ્પનાબેનના આજે લગ્ન હોવાથી, ઘરમાં મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા અને વિધિઓ શરૂ થઈ ગઈ હતી. સામાન્ય રીતે કન્યા આ દિવસે શણગાર અને વિધિઓમાં વ્યસ્ત રહેતી હોય છે.

પરંતુ કલ્પનાબેને પોતાની વ્યક્તિગત ખુશી કરતાં દેશ પ્રત્યેની ફરજને પ્રાથમિકતા આપી અને પીઠી ભરેલી હાલતમાં જ મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો ે હજી પ્રભુતામાં પગલા પાડતા પહેલા લગ્ન માટે દુલ્હનને આ રીતે મતદાન કરતા જોઈ અન્ય લોકો પણ પ્રેરાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande