જામનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે શોકનું મોજું, AAP ઉમેદવારનું હાર્ટ અટેકથી નિધન
જામનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આજે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે સવારના 7
આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નિધન


જામનગર, 26 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આજે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં વહેલી સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે સવારના 7 વાગ્યાથી મતદારો કતારોમાં ઉભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.

લોકશાહીના આ પર્વ વચ્ચે જામનગરથી એક અત્યંત દુઃખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે, જેને કારણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર શોકની કાલિમા છવાઈ ગઈ છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું આજે સવારે હાર્ટ અટેક આવવાને કારણે નિધન થયું છે. મળતી વિગતો મુજબ, નરેન્દ્રસિંહને ગઈકાલે પણ છાતીમાં સામાન્ય દુઃખાવો ઉપડ્યો હતો, પરંતુ આજે મતદાનના દિવસે ફરી અચાનક દુઃખાવો વધતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

એક તરફ જ્યાં મતદાન મથકો પર લોકો ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો કરવા ઉમટી રહ્યા હતા, ત્યાં બીજી તરફ એક સક્રિય ઉમેદવારના આકસ્મિક અવસાનથી રાજકીય આલમમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ છે. નરેન્દ્રસિંહ જાડેજાના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande