
જુનાગઢ 26 એપ્રિલ (હિ.સ.) જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જૂનાગઢના વડાલ ગામે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ વડાલ ગામ ખાતેની એ.જી. હાઈસ્કૂલ ખાતેના ત્રણ મતદાન મથકોની મુલાકાત કરી હતી, આ દરમિયાન મતદાન પ્રક્રિયાના આંકડા સહિતની વિગતોની તપાસી હતી. ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર અને ઉમેદવારોના એજન્ટ પાસેથી મતદાન પ્રક્રિયા વિશે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા. તેમણે શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, તેવો પ્રત્યુત્તર યક્ત કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારો સાથે પણ વાતચીત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાત દરમિયાન પ્રાંત અને ચૂંટણી અધિકારી ચરણસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ