જૂનાગઢના બેલા ગામમાં મતદાન મથકની સુરક્ષાથી લઈ સંચાલન સુધીની બધી જ જવાબદારી મહિલાઓએ સંભાળી
જૂનાગઢ જિલ્લામાં સ્વરાજ્યની ચૂંટણીમાં પિંક બૂથ બન્યાં આકર્ષણનું કેન્દ્રેેેેેેેફફફફ
મતદાન મથકની સુરક્ષાથી લઈ સંચાલન સુધીની બધી જ જવાબદારી મહિલાઓએ સંભાળી


જૂનાગઢ 26 એપ્રિલ (હિ.સ.)

જૂનાગઢ તા.૨૬ જૂનાગઢના બેલા ગામના મતદાન મથકમાં નારી શક્તિનો પરચમ જોવા મળ્યો હતો. આ મતદાન મથક સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે, જે નારી શક્તિનો પરિચય પણ કરાવી રહ્યું છે.

આ મતદાન મથકની વિશેષતા એ છે કે, અહીં પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને તમામ મતદાન સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ કર્મચારીઓ પણ મહિલાઓ જ છે. વહેલી સવારથી જ આ મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી. સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતી મહિલાઓએ પણ મથકની સુરક્ષા માટે ખડેપગે છે.

બેલા ગામના સરપંચ અનિલકુમાર સાંકળીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામ માટે આ ગર્વની વાત છે કે આ ચૂંટણીમાં મહિલા સંચાલિત બૂથ બેલા ગામને ફાળવવામાં આવ્યું છે. અહીં મતદાનની તમામ કામગીરી મહિલા અધિકારીઓ દ્વારા સુપેરે અને કુશળતાપૂર્વક કરવામાં આવી રહી છે. મતદાન મથકની સુરક્ષાની જવાબદારી પણ મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે. તેમણે પોતાના ગામમાં મહિલા સંચાલિત મતદાન મથક તૈયાર થયું છે.તેનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બેલા ગામ ઉપરાંત વિસાવદરના મોણીયા, મેંદરડાના ખડપીપળી ગામે આંગણવાડી કેન્દ્ર, માળિયામાં તાલુકા શાળા અને માંગરોળમાં પ્રાથમિક શાળા રૂદલપુર ખાતે મહિલા મતદાન મથક - પિંક બૂથ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી મહિલાઓની ક્ષમતા અને નેતૃત્વ શક્તિનો સકારાત્મક સંદેશ પણ પ્રસર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande